પાટણ: 8 મેના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સ્થાપના થઇ હતી. જેને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. આ 100 વર્ષના સમયગાળા દરમિયાન દેશમા સર્જાતી કુદરતી અને કૃતિમ આફતોના સમયે રેડક્રોસ સોસાયટી હંમેશા સેવા માટે અગ્રેસર હોય છે. પોલિયો, શીતળા સહિતના રોગોની નાબુદીમાં રેડક્રોસે પોતાનું યોગદાન આપ્યુ છે. આ ઉપરાંત અનેક સામાજિક સેવાઓ પણ કરવામાં આવે છે, ત્યારે શુક્રવારે રેડક્રોસ સોસાયટીના સ્થાપના દિવસ ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ દ્વારા બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો