વીરપુર સ્વામી વિવેકાનંદ યુવક મંડળ નાં સભ્યો અને જેતપુર તાલુકા સંયોજક આર.કે.બ બાટવીયા તેમજ સહ સંયોજક દેવરાજ રાઠોડ દ્રારા ભારત માતા પૂજન તેમજ કારગીલ વિજય દિવસ કાર્યક્રમ કરવામાં આવ્યો
આજ રોજ વિરપુર જલારામ ધામ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કારગીલ વિજય દિવસ તેમજ શહીદો ને શ્રદ્ધાંજલી ના કાર્યક્રમ નું આયોજન કર્યું હતું
આજના દિવસે પાકિસ્તાન ને આપણા હિન્દુસ્તાને કારગીલ યુદ્ધમાં સતત ચોથી વાર પરાસ્ત કર્યું હતું એ બદલ ભારતીય સેના ના જવાનો ના સાહસ અને શોર્ય ને સલામ અર્પણ કરી તેમજ આ દિવસે શહીદ થનાર 530 ભારતીય વિરોને શ્રધાંજલિ તેમજ ભારતીય સેના માં ફરજ બજાવતા ભૂતપૂર્વ સૈનિક એવા મુળુબાપુ ને ફુલહાર પહેરાવી ને “તુમ હો તો હમ હે ” ના સૂત્ર સાથે તેમના સાહસ અને શોર્ય ને સલામ અર્પણ કરી હતી
દેવરાજ રાઠોડ દ્વારા



