*અબોલ જીવની કતલ નહી કરવા અને ફરજીયાત માસ્ક પહેરવા અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.*
*રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે મુસ્લિમ ધર્મના પવિત્ર પર્વ ગણાતા બકરી ઈદનો તહેવાર આગામી તા.૧ ઓગષ્ટના રોજ આવે છે. બકરી ઈદમાં અમુક પ્રકાશના જાનવરોની કુરબાની આપવામાં આવે છે. કોરોનાની મહામારીને ધ્યાને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. જેમા સરકારની ગાઈડલાઈનમાં તહેવારોની ઉજવણીમાં વધુ છુટ છાટ મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આથી પરિસ્થિતિને ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટમાં આવેલી મોટી મસ્જીદો અને દરગાહોમાં મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રીત થવાનો કે ઝુલુસ યોજવાની શક્યતા હોય. તેવા ધાર્મિક આગેવાનો ટ્રસ્ટીઓ સંચાલકો અને મૌલવીઓને સરકારની ગાઈડ લાઈન મુજબ યોજવા અપીલ કરવામાં આવી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*