*અમરેલી શહેરમાંથી બે ઇસમોને ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સહિત કુલ કિં.રૂ.૫૪,૬૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*
*અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૂતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે *અમરેલી એલ.સી.બી ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર. કે. કરમટા તથા પો.સ.ઇ શ્રી પી.એન.મોરીની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમે* તા.૧૦/૧૧/૨૦૨૦ નાં શરૂ રાત્રીનાં અમરેલી શહેરમાં કાજીવાડ, ઓસવાલ પા માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડેલ છે
*પકડાયેલ આરોપીઓઃ-*
(૧) મોહસીન સતારભાઇ કુરેશી, ઉ.વ.૩૧, રહે.અમરેલી, પાણી દરવાજા પાસે, કાજીવાડ.
(૨) મોઇનખાન જમીયતખાન બાબી, ઉ.વ.૨૯, રહે.અમરેલી, કાજીવાડ, ઓસવાલ પા.
*પકડાયેલ મુદામાલ-*
ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ની ૭૫૦ મી.લી.ની રીંગ પેક ઢાંકણા વાળી બોટલો હરીયાણા બનાવટની બોટલો નંગ – ૯૧ કુલ કિ.રૂ.૩૪,૧૨૫/- તથા મોબાઇલ ફોન – ૩ કિં.રૂ. ૨૦,૫૦૦/- મળી *કુલ કિં.રૂ.૫૪,૬૨૫/- નો મુદ્દામાલ*.
💫 પકડાયેલ ઉપરોકત બન્ને ઇસમોએ એકબીજાનાં મેળાપીપણામાંથી આરોપી જહીરૂદીન હુસેનમીયા ચીશ્તીની પાસેથી દારૂનો જથ્થો મંગાવી, આરોપી નદીમખાન નજીરખાન પઠાણ રહે.અમરેલી, કાજીવાડ, ઓસ્વાલ પા ના મકાનમા રાખેલ હોય, જે તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદામાલ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે અને પકડવાનાં બાકી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* ઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર.કે.કરમટા તથા શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી ટીમ* દ્રારા કરવામા આવેલ છે.


