કોરોના વાઈરસના આક્રમણથી અમેરિકા વધુ બેહાલ બનતું જાય છે અને ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ થી વધુ દર્દીઓ ના મૃત્યુ થઇ ગયા છે અને ૧૫,૦૦૦ જેટલા નવા કેસ સામે આવ્યા છે.
અમેરિકામાં એક જ દિવસમાં ૧૫૦૦૦ કેસ મળી આવ્યા છે અને તેમાંથી એક તૃતીયાંશ જેટલા કેસ ફકત ન્યૂયોર્ક શહેર માંથી જ મળી આવ્યા છે. અમેરિકામાં એકંદરે ૧૨૦૦ લોકો પર પાંચ ડોકટરો કામ કરી રહ્યા છે. દિન–પ્રતિદિન અમેરિકાની સ્થિતિ વધુ કથળી રહી છે. મોટાભાગના શહેરોમાં લોક ડાઉન જેવી સ્થિતિ ચાલી રહી છે. અમેરિકામાં હજુ પણ કેસની સંખ્યામાં ઝડપથી વધારો થવાનો ખતરો નિષ્ણાતોએ વ્યકત કર્યેા છે