*આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ કોર્પોરેશનના શંકાસ્પદ ખર્ચાઓ જાહેર કર્યા તેનો જડબાતોડ જવાબ અપાતા સ્ટેન્ડિંગ ચેરમેન. ઉદય કાનગઢ*
*રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ રાજભા ઝાલા તથા તેમના હોદેદારોએ પ્રેસ સમક્ષ કોર્પોરેશનના શંકાસ્પદ ખર્ચાઓ જહેર કર્યા છે. આ બાબતે જડબાતોડ જવાબ અપાતા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ જણાવે છે કે, ચોમાસુ આવતા કુવાના દેડકા ડ્રાઉ ડ્રાઉ કરી લોકોને પોતાનો આવાજ સંભળાવતા હોય તેમ આમ આદમી પાર્ટીના કહેવાતા નેતાઓ લોકો સમક્ષ ખોટી માહિતી રજુ કરે છે. રાજભા ઝાલાએ જે આંકડાઓ રજુ કર્યા છે. તેમાં તેમનું સંપૂર્ણ અજ્ઞાન છતું થાય છે. અને ભૂતકાળમાં તે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા છતાં આ અંગે તેઓ સંપૂર્ણ અજ્ઞાની અને ઠોઠ નિશાળિયા હોય તેવું જોવા મળે છે. આજે પ્રેસ સમક્ષ તેઓએ જે આંકડા રજુ કર્યા છે. તે તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે પણ મંજુર કરેલા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


