Gujarat

ઇન્ડીયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સીંલ દ્વારા સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજકોટ શહેરને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કરાયું.

*ઇન્ડીયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સીંલ દ્વારા સમગ્ર દેશમાં સર્વ પ્રથમ રાજકોટ શહેરને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કરાયું.*

*રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભારત સરકારશ્રી દ્વારા સ્માર્ટ સીટીમાં રાજકોટ શહેરની પસંદગી કરેલ હોય સ્માર્ટ સીટી પ્રોજેક્ટને વિના વિલંબે ત્વરીત અમલમાં મુકી શકાય તે માટે Special Purpose Vehicle (SPV) ની રચના તાત્કાલિક કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરી પ્રક્રિયા કરી સરકારશ્રી દ્વારા તા.૨૧/૮/૨૦૧૭નાં રોજ મંજુર કરીને, રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. (RSCDL) ને લીમીટેડ કંપની તરીકે રજીસ્ટર/ઇનકોર્પોરેશન જાહેર કરવામાં આવેલ. સ્માર્ટ સીટી અંતર્ગતના તમામ પ્રોજેકટનું અમલીકરણ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. (RSCDL) દ્વારા કરવામાં આવે છે. આ પ્લેટીનિયમ લેવલ સર્ટીફીકેશન દર્શાવે છે કે રાજકોટ સ્માર્ટ સીટીનું પ્લાનિંગ, ઇકોલોજી તથા પ્રેઝર્વેશન, સીટીઝન વેલફેર, એફિશિયન્ટ લેન્ડ યુઝ પ્લાનિંગ, ગ્રીન ટ્રાન્સપોર્ટેશન, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર મેનેજમેન્ટ જેવા ઇનોવેશનથી એન્વાયરોનમેન્ટલ કેટેગોરીઝનાં પ્લાનિંગમાં આગેવાની ધરાવે છે. આ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક અમલીકરણથી સમગ્ર ભારતમાં રાજકોટ સ્માર્ટ સીટી એક મોડેલ ગ્રીન સીટી તથા સ્માર્ટ ગ્રીન સીટીનું હબ બનશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200718-WA0107.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *