ઉપલેટા માં કોલકી રોડ પર આવેલ મનદીપ મિલ સામે રેલવે ફાટક પાછળ ઇસ્કોન સોસાયટી માં રહેતા રમેશભાઈ દેત્રોજા નો પુત્ર અજય દેત્રોજા ઉ. વર્ષ.37 તેમના પત્ની અને ફુઈ ના છોકરા સાથે 12 તારીખે મુંબઇ થી આવેલ ત્રણે ના રિપોર્ટ રાજકોટ ટેસ્ટ માટે મોકલાવેલ હતા જેમાં આજે અજય દેત્રોજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમના પત્ની ચાંદની બેન ઉ. વર્ષ 33 અને તેમના ફઈનો છોકરો ચિરાગ ગોધાસર ઉ. વર્ષ 33 બન્ને ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.ઉપલેટા માં કોરોના નો પ્રથમ કેસ આવતા પોલીસ તથા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને અજય દેત્રોજા ને હેલ્થ ડિપાર્ટમેન્ટે રાજકોટ સારવાર અર્થે મોકલી આપેલ છે.
ઉપરોક્ત બાબતે ઉપલેટા માં પ્રથમ કોરોના કેશ પોઝિટિવ આવતા નગર પાલિકા પ્રમુખે ઉપલેટા ની જનતાને ઘરમાજ રહેવા અપીલ કરી હતી
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા