મુસ્લિમો માટે રમજાન માસ એટલે ખુદાની બંદગી અને રોજા રાખવા માટે પવિત્ર મહિનો ગણાય છે આ મહિનામાં મુસ્લિમ ભાયો બહેનો રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે નાના નાના બાળકો પણ રોજા રાખી ખુબજ ખુશી અનુભવતા હોય છે તો ઉપલેટા માં પણ સ્મશાન રોડ પર રહેતા અને ઇલેટરીસ્યન નો વ્યવસાય કરતા આશિફ્ભાઈ ખોખર ની 11 વર્ષ ની બેબી ફાયઝા ,અને તેમનો 11 વર્ષના ભણેજ રશીદે,પુરા મહિનાના 30 રોજા રાખી મુસ્લિમ સમાજમાં એક અનોખી છબી ઉભી કરી હતી આ બન્ને બાળકોએ ફક્ત પોતાના માટે નઈ પણ પુરા ભારત દેશમાંથી કોરોના નેસ્ત નાબૂદ થાય અને ભારત દેશ કોરોના મુક્ત બને તેના માટે મહિનાના 30 રોજા રાખી અને ખુદા પાસે દિલ થી દુવા કરી હતી તો મુસ્લિમ ભાયો એ પણ તેમને નેક કાર્ય કરવા બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા
રિપોર્ટ:વિપુલ ધામેચા ઉપલેટા




