: રાશન કીટ નું વિતરણ
: ઉપલેટા શહેરમાં RSS અને ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરિયાત મંદ લોકો ને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
: રાજકોટ જિલ્લા ના ઉપલેટા શહેર માં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ અને ભારત વિકાસ પરિસદ દ્વારા ઉપલેટા શહેર માં જરૂરિયાત મંદ અને મધ્યમ વર્ગ ના લોકો ને સાત દિવસ સુધી ચાલે તેટલી વસ્તુ ની રાશન કીટ આપવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા પ્રથમ તો જરૂરિયાત મંદ લોકો ની યાદી તૈયાર કરી હતી ત્યાર બાદ આ લોકો ને પોતાના ઘર માં સાત દિવસ ગુજરાન કરી શકે તે હેતુસર જરૂરિયાત ની તમામ ચીજ વસ્તુ આ કીટ માં આપવામાં આવી હતી. આ રીતે અંદાજિત ૨૦૦ જેટલા લોકો ને રાશન કીટ વિતરણ નું આયોજન કરાયેલ છે. આ કીટ કિરણ માં RSS ના સ્વયમ સેવકો, હોદેદારો, ભારત વિકાસ પરિષદના કાર્યકરો, નગર પાલિકા પૂર્વ પ્રમુખ ઉપલેટા ઇન્ચાર્જ પી.આઇ. સહિત આ સેવાકીય કાર્ય માં સહભાગી થઈ લોકોની જરૂરિયાત માં ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપ મદદરૂપ થયા હતા અને લોકો ની સેવા માં જોડાયા હતા.
બાઈટ : દિલીપભાઈ રાડિયા (સંયોજક, પર્યાવરણ ગતિવિધિ – જૂનાગઢ વિભાગ)
રિપોર્ટ : આશિષ લાલકિયા – ઉપલેટા