પોલીસ મહારીક્ષક સરહદી રેંજ ભુજ તથા પોલીસ અધિક્ષક પાટણ દ્વારા આર્થીક ગુના શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે સિધ્ધપુર ડીવાયએસપી સી. એલ સોલંકીના માર્ગદર્શન મુજબ, અસહદ મોહમંદ કડીવાલ રહે – રસલુપુર તા . સિધ્ધપુર વાળો પોતાના ઘરે ભારતીય ચલણની નોટો જે ભારત સરકાર દ્વારા ચાલું ચલણ માંથી રદ કરેલ છે તે જુની ચલણી નોટો માતબર પ્રમાણ માં પોતાના ઘરે રાખેલ હોવાની હકીકત હોઇ કાકોશી પો . સ્ટે પો . સ . ઇ એન ડી . પરમાર દ્વારા પોલીસ રેડ કરેલ જે દરમ્યાન આ આરોપી ના ઘરે થી પ૦૦ તેમજ ૧૦૦૦ જુના દરની ₹ ૪૪, ૭૫ , ૦૦૦ / – ની ચલણી નોટ મળી આવતાં કાયદેસર કરી કાકોશી પો . સ્ટે ખાતે ગુનો રજીસ્ટર્ડ કરવામાં અાવેલ છે અને ભારત સરકાર દ્વારા રદ થયેલ જુની ચલણી નોટો માતબર રકમ માં આટલા લાંબા સમય ગાળા બાદ પણ મળી આવતાં આ બાબતે વધુ તપાસ કાકોશી પોલીસ ચલાવી રહેલ છે