Gujarat

ખેડૂતોના હક અધિકાર ની લડાઈના સમર્થનમાં અને ખેડૂત વિરોધી કાળા કાયદાના વિરોધમાં જન જાગૃતિ અભિયાન “

ખેડૂતોના હક અધિકાર ની લડાઈના સમર્થનમાં અને ખેડૂત વિરોધી કાળા કાયદાના વિરોધમાં જન જાગૃતિ અભિયાન ” ચલો ખેતરે ,ચાલો ગામડે ” કાર્યક્રમનો પ્રારંભ ,વડીયા કુંકાવાવ વિસ્તાર ગામો ના ખેડુતો ને માહીતી આપતા પુર્વ જીલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્ર પાનસુરીયા,વડીયા શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ શીંગ઼ાળા,સત્યમ મકાણી સરપંચ હનુમાન ખીજડીયા.

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સંસદમાં પસાર થયેલ ત્રણ ખેડૂત વિરોધી કાયદાનો દેશભરના ખેડૂતો છેલ્લા એક માસથી કડકડતી ઠંડીમાં રસ્તા ઉપર આવી ૧૮ લાખ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે દેશની નિષ્ઠુર ભાજપ સરકાર પોતાના વલણ ને સત્ય ઠેરવવા હવાતિયા મારી રહી છે ત્યારે કોંગ્રેસની આગેવાનીમાં તમામ વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતિ ને રજૂઆત કરેલી છે અને દેશમાં ગામડે ગામડે અને ખેતરે ખેતરે કોંગ્રેસના કાર્યકરોને કાયદા વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન તળે વડીયા કુંકાવાવ ના ગામડે ગામડે ખેડૂતોની વચ્ચે જઈને આવનારા ભયંકર સમય અને ભાજપ સરકારની ઉદ્યોગપતિ ઓના હાથમાં રેલવે, એરપોર્ટ, રોડ રસ્તાઓ, માફક ખેતી ને પણ અદાણી અંબાણી ના ચરણે ધરવા ની મેલી મુરાદ વિષે વાકેફ કરેલ અને આનો બહોળો પ્રતિસાદ સાંપડેલ છે

રિપોર્ટ રાજુ કારીયા વડીયા

IMG-20201226-WA0020-2.jpg IMG-20201226-WA0021-1.jpg IMG-20201226-WA0022-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *