ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ અને સૌરાષ્ટ્રની સંગઠન દ્વારા યુપીના હાથસર માં થયેલ વાલ્મિકી સમાજની સગીર વયની દીકરી મનિષાબેન ઉપર ચાર નરાધમો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તેની જીભ અને પગ ભાંગી નાખવામાં આવ્યા હતા આ બનાવને અંતર્ગત આજરોજ બોડી સંખ્યામાં માનવ મહેરામણ ઉંમટી અને મનીષા બેન ને શ્રદ્ધાંજલિ આપી પાંચ મિનિટ મૌન ધારણ કરેલ અને તેમના પરિવારજનોએ ન્યાય મળે એ બાબતમાં આવેદનપત્રમાં કોડીનાર મામલતદાર ખાતે આપવામાં આવ્યું હતું. આ તકે રાષ્ટ્રીય લોક અધિકાર મંચના સૌરાષ્ટ્ર પ્રભારી ભીમજીભાઇ ભજગોતર સૌરાષ્ટ્ર સંગઠનના મહિલા કંચન વાઢેર ગોવિંદ વાઢેર બાબુભાઈ ચૌહાણ વિજયભાઈ વાઢેર યુવા સેના કોળી સમાજના યુવા તેમજ અન્ય સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્ર આપતા મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી હતીકે આવી હત્યા અને કરુણ અંજામ આપનાર વ્યક્તિઓને સખતમાં સખત સજા થઈ ભવિષ્યમાં પણ કોઈ પણ સમાજ ની દીકરી ઉપર અત્યાચાર થાય નહીં એ પણ રજૂઆત કરવામાં આવી હતી acst સમાજ દ્વારા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો સરકાર તરફથી યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આ સમાજ દ્વારા આ સરકારને સરળતાથી કઈ રીતે પરાસ્ત કરવાનો છે તે સારી દિશા ઉપર કામ કરશે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના સૌરાષ્ટ્ર પ્રભારી ભીમજીભાઇ ભજગોતર ગીર સોમનાથ




