ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રિયા તન્નાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી
સુરત માં જન્મેલી અને હાલ જુનાગઢમાં રહેતી રઘુવંશી રિયા તન્ના એ માતા પિતા ના આશિર્વાદ થી તેમજ જલારામ બાપા ની કૃપા થી કલાક્ષેત્રે એઁકર તરીકે તેમજ ટિકટોક સ્ટાર તરીકે જબરી ખ્યાતિ લોક ચાહના પ્રાપ્ત કરેલ છે. યુવાનોને ને મનગમતી જોબ R.J એટલે રેડીઓ જોકી ફક્ત 18 વર્ષની ઉંમરે જુનાગઢ જનવાણી 91.2 mhz કૃષિ યુનિવર્સિટી માં રિયા તન્ના એ આઠ મહિના રેડીઓ જોકી તરીકે ફરજ બજાવી હતી લોકસંગીત ક્ષેત્રે નવરાત્રી, લગ્નગીત, દાંડીયા પારીવાહીક પ્રસંગોમાં એઁકરીગ કરી ખૂબ ચાહના મેળવી અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા વિરલ સિધ્ધી માટે એવોર્ડ પ્રાપ્ત થયો રિયા તન્ના અભિનય નો ખૂબ શોખ ધરાવે છે. ટિકટોક ઉપર લગભગ 10 લાખથી વધારે ફોલોવર્ષ ધરાવે છે. ઈનસ્ટાગ્રામ મા 1 લાખ કરતાં વધુ લોકો ફોલો કરે છે તેમજ હાલ અમદાવાદ ખાતે ” *The Pride Of Gujarat* ” નો પ્રોફેશનલ એઁકર રિયા તન્ના એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો જેમા રિયાને પાઘડી પહેરાવી સર્ટિફિકેટ, ટ્રોફી તેમજ મેઙલ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી રિયાને કલાક્ષેત્રે વખતોવખત અનેક સંસ્થાઓ દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન સહ નવાજવામાં આવે છે. Kc Fushion Hunt મા ગુજરાતના વિવિધ શહેરોમાં જજ તેમજ મેનેજિંગ ડિરેક્ટ તરીકે રહી ચુકી છે. યુટ્યુબ ઉપર પણ રવી જાદવ ચેનલમાં રિયાબેન એ 6 સ્ટોરી મા કામ કર્યુ.છે. દરેક વિડીઓ બે લાખ કરતા વધુ લોકો નિહાળી ચુક્યા છે. તથા શ્રી રામ ઓડિઓ અને RDC જેવી ચેનલમાં ” હાલ ખવડાવુ સેન્ડવીચ “આલ્બમ સોંગ મા અભિનય આપી કલા ના કામણ પાથરીયા સમગ્ર ગુજરાત મા ઈવેન્ટોમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે છે. કમલેશભાઈ બથીયા જણાવતા કે ગુજરાત સરકાર – ગાંધીનગર માન્ય કલા સંસ્થા શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ ના પ્રમુખ અને નવગુજરાત સંગીત વિધાપીઠના અધ્યક્ષ તરીકે ફરજ બજાવુ જ છું પણ રિયા માટે કહેવું હોય તો હું કહીં શંકુ કે અધ્યક્ષ તરીકે નહીં પણ મારી નાનકડી બેન રિયાનું વિશેષ સન્માન થવા જઈ રહયું છે. કલા ક્ષેત્રે રિયાબેન તના ઉતારોતર પ્રગતિના સોપાન સર કરે તન્ના પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી વીણા વાદીની કલાની દેવીમાં સરસ્વતીને અને જલારામ બાપાને તથા દ્વારકાધીસને પ્રાર્થના સહ સંસ્થાના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાએ અંતર ની શુભેચ્છા પાઠવી…
અહેવાલ :- વિતલ પીસવાડિયા સાથે હર્ષલ ખંધેડિયા