પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ના દેલમાલ ગામે આવેલ સુપ્રસિધ્ધ લિંબજ માતાજી ના મંદિરે છેલ્લા ધણા વર્ષો થી ચૈત્ર સુદ સાતમ ને દિવસે યોજાતો લોક મેળો આ વર્ષે કોરોના વાયરસ ના ભય ના કારણે લિંબજ માતાજી ના વહીવટદારો દ્વારા મોકુફ રાખવામાં આવ્યો છે. દેલમાલ ખાતે લિંબજ માતાજીના ચૈત્ર સુદ સાતમ તા.૩૧/૩/૨૦૨૦ ના રોજ યોજાનારા લોક મેળા સંદર્ભે દેલમાલ તાલુકા સદસ્ય સહિત એક પ્રતિનિધિમંડળ પ્રાંત અધિકારી પાટણ ની મુલાકાત લીધી હતી. અને દેલમાલ ખાતે યોજાનારો લિંબજ માતાજીનો મેળો હાલના કોરોના વાયરસ ના સંદર્ભે આ વર્ષે તા.૩૧/૩/૨૦૨૦ ના રોજ આ મેળો નહી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત કરી હતી. દેલમાલ ગામના અગ્રણી અને તાલુકા સદસ્ય શું કહે છે ? દેલમાલ ગામના મુળ વતની અને તાલુકા સદસ્ય દિનેશકુમાર પ્રજાપતિ સરપંચ શ્રી વિપુલભાઈ દેસાઈ અને ઉપસરપંચ ધીરજલાલ જેઠીએ જણાવ્યું હતું કે દેલમાલ ખાતે આવેલ લિંબજ માતાજીનું મંદિર ૧૫૦૦ થી1700 વર્ષથી વધારે પ્રાચીન છે. જ્યાં દર વર્ષે ચૈત્ર સુદ સાતમના રોજ લોકમેળો ભરાય છે. જેમાં ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, કચ્છ, કોટા, સહિત રાજ્યભરમાંથી લિંબજ માતાજીના મંદિરે લોકોની દર્શનાર્થે ભીડ ઉમટે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસ નો ભય હોવાથી અને તેના સંક્રમણથી આ રોગ વધુ ન ફેલાય તે તેની અગમચેતીના પગલા ના ભાગરૂપે આ વર્ષે લિંબજ માતાજીના મંદિરનો મેળો તા.૩૧/૩/૨૦૨૦ ના રોજ મોકૂફ રાખવાનું સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. જેની જાણ પ્રાંત અધિકારીને પ્રતિનિધિમંડળે રૂબરૂ મળીને કરવામાં આવી હતી