જમીન કૌભાંડ : જામનગર જાંબુડા ગામની રૂપીયા ત્રણ કરોડનાં જમીન કૌભાંડમાં વધુ બે ની ધરપકડ : જમીન કૌભાંડ કેશ માં કુલ ચાર ને પકડતી જામનગર LCB
જામનગર જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂમાફિયાઓએ જાણે બેફામ બન્યા હોઈ, ત્યારે સ્પેશીયલ મિશન પર આવેલ જીલ્લા પોલીસ વડા દીપન ભદ્રનના જામનગરમાં આવ્યા બાદ એક પછી એક માફિયા હોઈ કે હત્યારા જેને પકડી પાડવા તનતોડ પ્રયાસો LCB -SOG દ્વ્રારા કરવામાં આવી રહ્યા છે.
જાબુંડાની 3 કરોડના જમીન કૌંભાડમાં જામનગર એલસીબીએ વધુ બે ફરાર આરોપીને પકડી પાડી સરાહનીય કામગીરી કરી છે. આ જમીન પ્રકરણમાં ધરપકડનો આંક ચાર પર પહોંચ્યો છે. બનાવટી દસ્તાવેજો બનાવી હથિયાર બતાવી આરોપીઓએ જમીન કૌંભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે આ કેસની ખાસ તપાસ જીલ્લા પોલીસ વડા દ્વારા એલસીબીને સોંપવામાં આવી હતી.
જાંબુડા ગામે આવેલ સર્વે નં. 244 પૈકીની રૂપીયા 3 કરોડની જમીન બનાવટી દસ્તાવેજો બનાવી જમીન માલીકને હથિયાર બતાવી મારી નાખવાની ધાક ધમકી આપી જમીન કૌંભાડ આચરવામાં આવ્યું હતું. આ કૌંભાડમાં ફરાર આરોપી ભાવસંગ ભૂપતસંગ જાડેજા અને રણજીતસિંહ પોપટભા જાડેજાને જામનગર LCB એ પકડી પાડયા હતાં. વધુમાં LCB એ આ પ્રકરણમાં ફરાર અજય દેવાયતભાઇ બરાડીયા(રે. મોખાણા) અને અમૃત નાનજીભાઇ મારૂ(રે.જામનગર,પટેલકોલોની)ની ધરપકડ કરી હતી. આથી રૂ.3 કરોડના જમીન કૌંભાડમાં ધરપડકનો આંક ચાર પર પહોંચ્યો છે. પોલીસે બંને ફરાર આરોપીના કોરોના ટેસ્ટ કરાવી રિમાન્ડ મેળવવા કવાયત હાથ ધરાઈ છે.
