Gujarat

જિલ્લામાં ૨૪ દર્દીઓનું કોરોનાનું ઓબ્ઝર્વેશન પૂર્ણ : સબ સલામત

  • વધુ ૪ લોકો વિદેશથી પરત આવતા ઓબ્ઝર્વેશન તળે રખાયા : કોરોનાથી ડરવાની નહિ, સાવચેતી વર્તવાની જર – કલેકટર મકવાણા

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિદેશથી પરત ફરેલ ચાર વ્યકિતને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. યારે જિલ્લામાં વિદેશથી પરત ફરેલ કુલ ૩૬ વ્યકિતઓ પૈકી ૨૪ વ્યકિતઓનું ૧૪ દિવસ માટેનું ઓબ્ઝર્વેશન પુર્ણ થયું છે અને તમામ તંદુરસ્ત છે.

ભાવનગર શહેર તથા જિલ્લામા કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા જિલ્લા વહિવટી તત્રં દ્રારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામા આવી છે. જે અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર ગૌરાંગભાઈ મકવાણાએ જણાવ્યુ હતુ કે લોકોની સલામતી માટે તત્રં દ્રારા સઘન પગલાઓ લેવામા આવશે. કોરોના વાયરસથી લોકોએ ડરવાની બિલકુલ જરૃર નથી. જાહેરમા લોકો એકઠા થવાનુ ટાળે અને કોરોના વાયરસના સંક્રમણથી બચવા અંગેની મહત્તમ જાગૃતિ કેળવે. આ વાયરસ સામે સાવચેતી એ જ સલામતી છે અને તેથી જ રાય સરકાર દ્રારા આપવામા આવેલી સુચનાઓનો ભાવનગર જિલ્લામા અસરકારક અમલ કરવામા આવી રહ્યો છે. કુલ ૪ વ્યકિતઓ વિદેશથી ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમા પરત ફરેલ છે. જેઓની તબિયત સારી હોવાનુ તત્રં દ્રારા જણાવાયુ છે તેમજ સરકારની સુચના અનુસાર ૧૪ દિવસ માટે હાલ કવોરોન્ટાઈનની તેઓને સુચના આપવામા આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર ગ્રામ્ય વિસ્તારમા કુલ ૩૬ વ્યકિતઓ વિદેશ મુસાફરી કરી પરત ફરેલ છે. જે પૈકીના ૨૪ વ્યકિતઓને ૧૪ દિવસ માટે ઓબ્ઝર્વેશન પુર્ણ થયેલ છે અને તેઓની તબિયત તંદુરસ્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *