Gujarat

જૂનાગઢના સિંધી વેપારીને માસ્ક ન પહેરતા પોલીસ દ્રારા ઢોરમાર મારતા બાંટવા સિંધી સમાજમાં રોષ પ્રગટયો*

*જૂનાગઢના સિંધી વેપારીને માસ્ક ન પહેરતા પોલીસ દ્રારા ઢોરમાર મારતા બાંટવા સિંધી સમાજમાં રોષ પ્રગટયો*

– બાંટવા સિંધી સમાજે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

જૂનાગઢ ના એક સિંધી વેપારી પરેશ છતવાનીને માસ્ક નહી પહેરેલું હોવાથી જૂનાગઢ સી.ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા દેવાભાઇ એ નરેશભાઈ ને દુકાનમાંથી ઉપાડી જઇ પોલીસ લોક અપ માં પૂરી દીધેલ અને બીજા દિવસે પોલીસ સ્ટેશન પાછળ લઈ જઇને પાઇપ અને ધોકાથી માર મારતા વેપારી ની હાલત નાજુક સ્થિતિ માં આવી ગઇ છે આ અંગે ની ફરિયાદ લખાવવા છતાં પોલીસતંત્ર તરફથી દેવાભાઇ સામે કોઇ જાતની કાર્યવાહી કરવાને બદલે ફરિયાદ ની સમાધાન કરવા દબાણ થઇ રહયું છે આ ધટના પડધા જૂનાગઢ જિલ્લા માં વસવાટ કરતાં સિંધી સમાજ ઉપર ધેરા પડધા પડયા છે અને મામલતદાર ઓને આવેદનપત્રો આપવામાં આવી રહયા છે ત્યારે આજે બાંટવા સિંધી સમાજ દ્રારા પણ માણાવદર મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ અને પોલીસ કર્મચારી ઉપર પગલાં ભરવા માંગ કરી હતી આ આવેદનપત્ર આપતી વેળાએ સમસ્ત સિંધી સમાજ બાંટવા ના રાજુભાઈ વાધવાણી, સુનીલભાઈ જેઠવાણી સહિતના બાંટવા સિંધી સમાજ ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *