Gujarat

જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકો ભંગ કરતા લોકો ને સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે..

💫

જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. પરંતુ, અમુક વિતારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચણાઓ આપવા છતાં, અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં હોવાની અને લોક ડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા, જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરના જુલાઈવાડા, લંઘાવાડ, મેમણવાળા, સુખનાથ, દોલતપરા, નાથીબા મસ્જિદ, જેવા જુદા જુદા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ વી.કે. ઉંજિયા, પીએસઆઇ એચ. ડી.વાઢેર, વી.આર.ચાવડા તથા સ્ટાફના એ.એસ.આઇ. રવિરાજસિંહ, હે.કો. વિક્રમસિંહ, સંજયભાઇ, અનકભાઈ, દિનેશભાઈ, સહિતની જુદી જુદી ત્રણ ટીમ દ્વારા *ઉપરોકત વિસ્તારોમાં કોમ્બિગ હાથ ધરી, લોક ડાઉન હોવા છતાં, પોતાના ઘરની બહાર પોતાના વિસ્તારના ચોકમાં ભેગા થઈને બેસેલા અને બિન જરૂરી વિસ્તારમા પોતાના ઘરની બહાર ફરતા લોકોને પકડી પાડી, જાહેરનામા ભંગની કાર્યવાહી* કરવામાં આવેલ છે. ……_

જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા *જૂનાગઢ કોર્ટ રોડ નરસિંહ સ્કુલ પાસે* આરોપીઓ (1) મોઈનભાઈ સતારભાઈ મેમણ, (2) અફઝલ વલીભાઈ પટણી, સહિતના *06 આરોપીઓને પકડી* પાડી, *દોલતપરા ગેટ પાસેથી,* (1) સંકેત પ્રકાશભાઈ જાવિયાં, (2) રાજુભાઈ ભુપતભાઈ કોરાટ, (3) વિપુલભાઈ, સહિતના *05 આરોપીઓને પકડી* પાડી, *નાથીબુ મસ્જિદ પાસે* (1) મહમદ અલીભાઈ મેમણ, (2) અસીમ ફારૂકભાઈ મેમણ, વિગેરે *07 આરોપીઓને પકડી* પાડી, *કસ્તુરબા સોસાયટીના નાકેથી* આરોપીઓ (1) અનવરશા રહેમાનશા ફકીર, (2) સુનીલ ગોરધનભાઈ કોળી, (3) હરદાસ ગગજીભાઈ આહીર, (4) મિજાનખાન ફૈઝ મહમદ પઠાણ, સહિતના *06 આરોપીઓને પકડી* પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. આમ, એ ડિવિઝન પોલીસ દ્વારા *આશરે 25 આરોપીઓની ધરપકડ* કરી, *જાહેરનામા ભંગ તેમજ કોરાના વાયરસ ફેલાવાની શક્યતા હોવાનું સંક્રમણ થવાની શક્યતા હોવાનું જાણવા છતાં, એકઠા* થવા બાબતે *પીએસઆઇ એચ. ડી. વાઢેર તથા પીએસઆઇ વી.આર.ચાવડા એ સરકાર તરફે ફરિયાદી બની, જુદા જુદા 04 ગુન્હાઓ નોંધી, કાર્યવાહી* હાથ ધરવામાં આવેલ છે…_

જૂનાગઢ *પોલીસ દ્વારા કાયદાના પાલન માટે વારંવાર જાણ કરવામાં આવેલ હોવા છતાં તેમજ લોકોના ફાયદા માટે ઘરમાં રહેવા અવાર નવાર જાહેરાત કરવામાં આવેલ હોવા છતાં, અમુક તત્વો કાયદાની ઐસીતૈસી કરી, કોરોના વાયરસનાં ફેલાવા બાબતને હળવાશથી લેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાનું શરૂ* કરવામાં આવેલ છે. આજ પ્રકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર, સહિતના તાલુકા મથકોના પોલીસ અધિકારીઓ દ્વારા પણ આજ પ્રકારે કાર્યવાહી કરી, *સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ હોઈ, બિનજરૂરી કામ સિવાય ફરતા લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે…_

જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_

IMG-20200326-WA0153.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *