*પડધરી થી રાજકોટ રજૂઆત કરવા આવતી ખેડૂતની પુત્રીને રસ્તામાં પોલીસે અટકાવી. રાષ્ટ્રીય કરણી સેનાના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને કરાઇ રજૂઆત.*
*રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ પડધરીના ખેડુત રમેશભાઇ વાઢેર તેમના ખેતરે જઇ રહ્યા હતા. ત્યારે ગ્રામ પંચાયત ચોકમાં કોન્સ્ટેબલ જયદીસિંહ ચૌહાણે અટકાવી લોકડાઉન અંગે કેસ કરવા માટે કહ્યું. ત્યારે તેઓ ખેડુત હોવાનું અને તેઓ ખેતરે જ ગયાનું જણાવતા ડ્રાઇવીંગ લાયસન્સ અને બાઇકની આર.સી.બુક માગતા લાયસન્સ બતાવ્યું હતું. અને આર.સી.બુક ઘરે હોવાથી લાવી આપવાનું જણાવ્યું. તે દરમિયાન જયદીપસિંહ ચૌહાણે લાયન્સ પોતાની પાસે રાખી રમેશભાઇ વાઢેરને પોલીસ મથકે લઇ જઇ બેરહેમીથી માર મારતા કાન અને પગમાં ગંભીર ઇજા થઇ હોવાનું કરણી સેનાના મૌલિકસિંહ વાઢેરે જણાવ્યું હતું. રમેશભાઇ વાઢેરને પોલીસ મથકે લઇ જવાનું કહી પાસાના વોરન્ટની બજવણી કરી સુરત જેલ હવાલે કયાનું અને કાયદાની જોગવાઇ મુજબ પાસાના વોરન્ટની બજવણી કર્યા અંગેની તેમના પરિવારને જાણ ન કરી. પી.એસ.આઇ. વાઢીયાએ કાયદાનું ઉલ્લંઘન કર્યાનો મૌલિકસિંહ વાઢેરે આક્ષેપ કરી. રાષ્ટ્રીય કરણી સેનાના ચંદુભા પરમાર, મનિષાબા વાળા, પ્રવિણસિંહ સિંધવ અને જયદીપસિંહ ભાટ્ટી જીલ્લા કલેકટર કચેરીએ રમેશભાઇ વાઢેરને પોલીસે ખોટી રીતે પાસા હેઠળ જેલ હવાલે કર્યા અંગેની રજૂઆત કરવા આવ્યા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*