અખિલ ભારતીય વિધાર્થી પરિષદ , પાટણ શાખા દ્ધારા આજે રાજકોટ જીલ્લાના વીરપુર ખાતે રસ્તા પર ધોરણ 10 બોર્ડ ની પરીક્ષાની ઉત્તરવાહીઓ મળી આવેલ છે અને ગોંડલ પાસે ઉત્તરવહીઓના પાસૅલ મળી આવ્યા છે જે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ની ખૂબ મોટી બેદરકારી સામે લાવેલ છે.આ સમગ્ર ઘટના ની નિંદા કરતાઅ.ભા.વિ.પ.પાટણ દ્વારા આજે જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સમગ્ર બનાવમાં જવાબદારઅધિકારી-કમૅચારી પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પણ વિધૉથીઁઓની ઉત્તરવહીઓ છે તેમને ન્યાય મળે એવા ત્વરીત નિણૅયો લેવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું