Gujarat

બાબરા તાલુકાના રાણપર ગામે આવેલ ચૈતન્ય હનુમાનજી મંદિર ના મહંત ની થયેલ હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

 

બાબરા તાલુકાના રાણપર ગામે આવેલ ચૈતન્ય હનુમાનજી મંદિર ના મહંત ની થયેલ હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી..

(રાણપર ગામના હનુમાનજી મંદીરે ધ્રુણા વાળા મકાન માંથી મળ્યા હતા માનવ ખોપરી અને હાડકાં)

ગત તા.૮/૪/૨૦૨૦ ના રોજ હનુમાન જયંતી નો તહેવાર હોય, બાબરા તાલુકાના રાણપર ગામની ત્રણેક કિ.મી. દુર ગરણી તરફ જવાના રસ્તે ચૈતન્ય હનુમાનજી ના મંદિરે રાણપર ગામના એકલ દોકલ ભક્તો દર્શન કરવા માટે ગયેલ હતાં અને દર્શનાર્થીઓને આશ્રમે આવેલ ધુણા વાળા મકાનમાં લાકડા સળગાવેલ તેની રાખ માં માનવ ખોપરી તથા માનવ કંકાલ ના હાડકાંઓ જોવામાં આવેલ હોય અને મંદિર ના મહંત શ્યામદાસ તથા તેમની સાથે રહેતા સાધ્વી હાજર મળી આવેલ ન હોય આ અંગે રાણપર ગામના સામાજીક કાર્યકર પરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી એ પોલિસ સ્ટેશને જાણ કરતા બાબરા પોલિસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી વી.વી.પંડ્યા દ્રારા સ્થાનિક બનાવ વાળી જગ્યા ની મુલાકાત લઈ પરેશભાઈ સોલંકી ની લીધેલી જાહેરાત આધારે બાબરા પોલિસ સ્ટેશન જાણવા જોગ રજી. નંબર ૧૪/૨૦૨૦, તા.૮/૪/૨૦૨૦ થી બનાવ રજી કરી આગળ ની તપાસ તજવીજ હાથ ધરી હતી.
અમરેલી પોલિસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ ઉપરોક્ત આશ્રમમાં થી માનવ ખોપરી અને કંકાલ મળી આવેલ હોય તેમજ આશ્રમ ના મહંત અને સાધ્વી હાજર ના હોય. સમગ્ર બનાવ શંકાસ્પદ જણાતા તેની વિગતો નો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી આ રહસ્ય નો તાગ મેળવવા અમરેલી એલ.સી.બી. ઈન્યાર્જપો.ઈન્સ.શ્રી આર.કે. કરમટા તથા પો.સ.ઈ. શ્રી પી.એન. મોરી ને જરુરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. ટીમ દ્રારા ગુમ થનાર આશ્રમ ના મહંત તથા સાધ્વી અંગે શોધખોળ કરવા સધન પ્રયત્નો કરવામાં આવેલ તપાસ દરમ્યાન અંગત બાતમીદાર મારફતે માહિતી મેળવી આશ્રમ ના સાધ્વી તથા આશ્રમ માં થોડા સમય થી મહેમાન તરીકે રહેતા એક વૈરાગી સાધુને રાઉન્ડઅપ કરી તેમની પુછપરછ કરતા તે બંનેએ મળીને ચૈતન્ય આશ્રમના મહંતા શ્યામદાસ ને દોરી વડે ગળાટુંપો આપી તેનુ ખુન કરી નાંખી તેની લાશને આશ્રમ ના ધુણાવાળા રૂમમાં લાકડા અને પેટ્રોલ વડે સળગાવી નાંખેલ હોવાની ચોકાવનારી કબુલાત આપેલ હતી.
ત્યારે આ બનાવ અંગે તપાસ દરમ્યાન ખુલવા મળ્યો છે કે, મરણ જનાર મહંત શ્યામદાસ તથા તેમની શિષ્ય સાધ્વી બલરામદાસ બાબરા તાલુકા ના રાણપર ગામ થી ત્રણેક કિ.મી. દુર ગરણી તરફ જવાના રસ્તે આવેલ ચૈતન્ય હનુમાનજી ના મંદિરે સેવા પુજા કરતા હતા અને આશ્રમ બનાવી રહેતા મહંત શ્યામદાસ ત્રણેક વર્ષ પહેલા હરિદ્રારા ગયેલ ત્યાં તેમની સંદિપનાથ ગુરુ બાબા કિશનનાથ ઉ.વ.૩૫ ધંધો. સેવા પુજા, રહે. રોહતક હરિયાણા વાળા સાથે મુલાકાત થયેલ અને ગત શિવરાત્રી પછી સંદિપનાથ મહેમાન તરીકે મહંત શ્યામદાસ ના ચૈતન્ય આશ્રમે આવી ને રોકાયેલ.
સવારના આશરે સાડા અગીયાર-બારેક વાગ્યે મહંત શ્યામદાસ સાધ્વી બાલરામદાસ તથા સંદિપનાથ આશ્રમે હાજર હતા ત્યારે શ્યામદાસ ને તેની શિષ્યા સાધ્વી બલરામદાસ સાથે ઝઘડો થતા શ્યામદાસ સાધ્વી બલરામદાસ ને મારવા દોડતા સંદિપનાથ વસ્ચે પડેલ અને સાધ્વી ને નહી મારવા સમજાવતા રામદાસે સંદિપનાથ ને રસ્સી થી એક ધા મારતા સંદિપનાથે મહંત શ્યામદાસ પાસેથી રસ્સી આચકી લીધેલ અને સંદિપનાથ તથા સાધ્વી બલરામદાસ મહંત શ્યામદાસ ને પકડી લીધેલ અને શ્યામદાસ ના બંને હાથ તથા બંને પગ પલંગ સાથે બાંધી લીધેલ પછી શ્યામદાસ ના ગળામાં સંદિપનાથે રસ્સી નાખી દીધેલ અને છેડેથી બલરામદાસે ખેચતા આ શ્યામદાસ પલંગ પર જ મરણ પામેલ. અને શ્યામદાસ ની લાશને સંદિપનાથની આઈ ટેન કાર સાથે બાંધી ઢસડીને આશ્રમ ના ધુણા વાળા રૂમમાં લઈ ગયેલ બાદ રાત્રે આશરે બે વાગ્યાના આરસામાં સાધ્વી બલરામદાસ થોડા લાકડા વીણી લાવેલ અને શ્યામદાસ ની લાશ ની ઉપર નીચે લાકડા ગોઠવી સંદિપનાથ ની ગાડીમાં પેટ્રોલ ભરેલ કેન હોય તેનાથી લાકડા ઉપર પેટ્રોલ છાંટી લાશ સળગાવી દીધેલ આ દરમિયાન પેટ્રોલ નું કેન ફાટતા સંદિપનાથને તેની જાળ લાગતાં બંને પગે તથા જમણા હાથે દાજી ગયેલ અને ૧૦૮ એમ્બ્યુલન્સ માં સાધ્વી બલરામદાસ સંદિપનાથ ને જસદણ સરકારી હોસ્પિટલ મા લઈ ગયેલ ત્યાંથી બીજા દિવસે આશ્રમે પાછા આવેલ પરંતુ સંદિપનાથ વધુ દાઝી ગયેલ હોય તપ્તીધાર સાંધળીના સાધુ ગોપાલદાસ ને બોલાવી તેમની મદદ થી સંદિપનાથ ને સાંથળી સરકારી હોસ્પિટલ માં સારવાર માટે લઈ ગયેલ ત્યાંથી વધુ સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ માં સારવાર કરાવેલ અને ગત તા.૪/૪/૨૦૨૦ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થી રજા મળેલ હોવાનું પકડાયેલ બંને આરોપીઓની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ છે.
આ બનાવ મા પકડાયેલ આરોપીઓ માં (૧) સંદિપનાથ ગુરુ બાબા કિશનનાથ ઉ.વ.૩૫ ધંધો. સેવા પુજા રહે. રોહતક હરિયાણા આરોપી (૨) વર્ષાબેન ડો/ઓ મોહનભાઈ વશરામભાઈ સરવૈયા હાલનું નામ બલરામદાસ ગુરૂ શ્યામદાસ ઉ.વ.૫૦ ધંધો. સેવા પુજા રહે. રાણપર ચૈતન્ય હનુમાનજી આશ્રમ તા.બાબરા જી.અમરેલી
પકડાયલ આરોપી મા થી સંદિપનાથ ગુનાહિત ઈતિયાહાસ ધરાવે છે. અગાઉ પણ અનેક ગુના માં જેલ ની હવા ખાય ચુક્યો છે.

રિપોર્ટર:-
આદીલખાન પઠાણ
(બાબરા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *