ગુજરાત હાઇકોર્ટ મા છેલ્લા બે વર્ષ થયા ચાલતા રાજ્યના કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની ચૂંટણી રદ કરવાની માગણી સાથે ની રીટ નો આજે હાઇકોર્ટે ચુકાદો આપી આ ચૂંટણીમાં ગેરરીતિ થયાનું માલુમ પડેલ જણાતા ચૂંટણી રદ કરવાનો હુકમ કર્યો હતો આઅંગે પોતાની પ્રતિક્રિયા આપતા ઉપલેટા કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંન્ત ચોટાઈ એ જણાવ્યું હતું કે ભાજપ પાસે નૈતિકતા જેવી કોઈ ચીજ છે જ નહીં જો ભાજપ પાસે નૈતિકતા જેવી ચીજ હોય તો મોવડી મંડળે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કાયદા મંત્રીનુ રાજીનામું લઈ લેવું જોઇએ અને હાઈકોર્ટના ચુકાદાને માન આપવું જોઈએ પરંતુ ભાજપ પાસે નૈતિકતા છે જ નહીં આને કારણે કાયદા મંત્રી રાજીનામું આપશે નહીં તેમને બચાવવા માટે રાજ્યના તમામ ભાજપના મોવડીઓ મેદાનમાં આવશે અને નૈતિકતા ચીર હરણ કરશે કે આપણે ને આગામી દિવસોમાં જોવા મળશે ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણ કાન્ત ચોટાઈ એ કાયદા મંત્રી નું રાજીનામુ મુખ્યમંત્રીએ તાત્કાલિક લેવાની માંગણી કરેલ હતી
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા