હાલની લોકડાઉનની સ્થિતિમાં
પશ્ચિમ ક્ચ્છ એસપી સૌરભ તોલંબિયા દ્વારા પબ્લિકને સમજાવવા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ભુજના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા બેન્ડ પાર્ટી વગાડવામાં આવે છે લોકડાઉનના શાંતિભર્યા માહોલમાં દેશભક્તિનો માહોલ જોવા મળે છે ભૂજની પબ્લિકને પ્રથમ મેગાફોન દ્વારા ઘરની અંદર રહેવા માટે સમજણ અપાઈ હતી ત્યારે પબ્લિકને આનંદિત કરવા અને કોરોના વાયરસ સામે લડવા માટે જુસ્સો વધારવા *પોલીસ બેન્ડ* દ્વારા હમ હોંગે કામયાબ જેવા દેશભક્તિના ગીતો વગાડી લોકોનો ઉત્સાહ વધારવામાં આવે છે આજે હોસ્પિટલ રોડ કલ્પતરું સોસાયટી વિસ્તારમાં પોલીસ પાર્ટી દ્વારા બેન્ડ રજૂ કરાયા હતા ગઈકાલે જ્યુબિલી સર્કલ ખાતે બેન્ડપાર્ટી યોજાઈ હતી આ અભિગમ લોકોને પ્રેરણા આપે છે રીપોર્ટર સૈયદ રજાકશા નખત્રાણા