માણાવદર નગરપાલિકા માં 15 સભ્યો કોંગ્રેસ , 1 અપક્ષ , 12 ભાજપ કુલ 28 સભ્યો છે.
જેમાં કોંગ્રેસ પક્ષ માં આંતરિક વિખવાદ ના કારણે હાલ ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલ સહિત પાંચ સભ્યો પક્ષપલ્ટુ બન્યા સ્પષ્ટ બહુમતી કોંગ્રેસ ની હતી જે પક્ષપલ્ટુ ઓને કારણે ભાજપ – કૉંગ્રેસ ભેગા થયને સતા મેળવી હવે આ પક્ષપલ્ટુ ઓને કોંગ્રેસે આજે જનરલ બૉર્ડ માં બજેટ બેઠક હતી તેમાં કોંગ્રેસ પક્ષ તરફથી વ્હીપ આપી મુદા 1થી 16 માં 1,3,6,7,8,11 અને 16 બાબતે દરખાસ્ત ની વિરૂદ્ધ મતદાન કરી મુદાઓ નામંજૂર કરાવવા આદેશ વ્હીપ આપવામાં આવેલ તે લેખિત બજવણી જૂનાગઢ જિલ્લા કૉંગ્રેસ ઉપ પ્રમુખ દિલીપભાઇ જસાણી વ્હીપ ચીફ ઓફિસર ને આપી હતી ચીફ ઓફિસરે નંદાણીયા એ લેખિતમાં આપ્યું કે અધ્યક્ષ વ્હીપ વાંચવાની ના પાડે છે તેવું લેખિત આપેલ બેઠક માં અધ્યક્ષ જગમાલભાઇ હુંબલે સતાના મદમાં કવરેજ કરવા આવેલ પત્રકારોને બહાર કાઢવાનો આદેશ આપતા ચકચાર મચી ગઈ સાથે સાથે મીટીંગ ની કાર્યવાહી નીહાળવા આવેલ આમજનતાને પણ બહાર કાઢવાનું કહેતા ચર્ચા જાગી છે.
આ નગરપાલિકા શું કોઇ ની ખાનગી પેઢી છે ? જાહેર જનતા ને સંપૂર્ણ હક છે ચૂંટાયેલ તેના સભ્યો શું કામગીરી કરી રહેલ છે? ત્યારે પ્રજાના મતે ચૂંટાયેલા તેને જ સભામાંથી કાઢવાની કુચેષ્ટા અધ્યક્ષ ઉપર ફિટકાર પ્રજાજનો વર્ષાવી રહયા છે. ત્યારે ભાવનગર કમીશ્નર તથા ભાજપ પ્રદેશ પ્રમુખને જાણ કરાશે આજે ફરી કોંગ્રેસે વ્હીપ આપતા ચકચાર જગાવી બજેટ બેઠક બહુમતી પસાર થઇ