બનાસકાંઠા (દાંતા)
દાંતા
*માલણા કાંટીવાસ પાસે ધરોઈ ની પાઇપ લાઈનમાં પડ્યું ભંગાણ પાણીનો મોટો વેડફાટ ના ફોટા અને વિડિઓ થયા વાયરલ*….
દાંતા તાલુકાના માલણા કાંટીવાસ થી વજાપુર જતા રસ્તા પાસે આવેલ ધરોઈ પાઇપ લાઈનમાં મોટું ભંગાણ પડતા દિવસનું હજારો લીટર પાણી નો વેડફાટ થતા ફોટા અને વિડિઓ વાયરલ થયા હતા ત્યારે ઘોર નિદ્રામાં રહેલા તંત્રને જગાડવા રોષે ભરાઈ લોકોએ ફોટા અને વિડિઓ વાયરલ કર્યા …
વાત કરવામાં આવે તો દાંતા તાલુકાના માલણા કાંટીવાસ થી વજાપુર જતા રસ્તા પર ધરોઈ ની પાઇપ લાઇનો માંથી દિવસનો હજારો લીટર પાણી વેડફાતું જોવા મળ્યું હતું અને નદી જેવી પરિસ્થિતિ જોવા મળી હતી વધુમાં થોડા દિવસ પહેલા માલણા કાંટીવાસમાં પીવાના પાણી ખૂબ તકલીફ ને કારણે લોકો રોષે ભરાઈ મીડિયાનો સહારો લીધો હતો અને મીડિયામાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ માલણા કાંટીવાસ અને આજુબાજુ ગામડાઓ પીવાનું પાણી પૂરું પડતું નથી અને બીજીબાજુ દિવસનું હજારો લીટર પાણી વેડફાઈ રહયું છે તેવા ફોટા અને વિડિઓ વાયરલ થતા લોકો રોષ જોવા મળ્યો હતો અવારનવાર હજારો લીટર પાણી વહી જતું હોય છે તંત્રની ઘોર બેદરકારીના કારણે પાણી નો મોટો વેડફાટ થઈ રહ્યો છે તંત્ર દ્વારા લોકોને ખાલી ખોટો દિલાસા આપતી હોય તેવો લોકોના મુખે ચર્ચાનો વિષય બન્યો હતો દાંતા તાલુકામાં અગાઉ પણ પાણીની સમસ્યા ને લઈને દરેક ઇલેક્ટ્રી મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા પ્રસિદ્ધ થયું હતું પણ હજુ સુધી ત્યાં તો પાણી આવતું જ નથી અને હજારો લીટર વેડફાતું જોવા મળ્યું હતુ અને તેની તંત્રને જાણ કરવા છતાં તંત્રના આળશ ના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે કાંટીવાસ માલણા થી વજાપુર જતા રોડ પરની બાજુ ના દ્રસ્યો પાણીના વેડફાટ જોવા આવતા લોકો મુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી અગાઉ પણ અહીં પાઇપ લીકેજ થઈ હતી પરંતુ તંત્ર દ્વારા થીગડા મારવામાં આવ્યા હતા અને સમય જતાં થિગડા તૂટી જતા હજારો પાણી નો વેડફાટ થાય છે પણ તંત્ર દ્વારા પાઈપમાં થિંગડા મારવામાં આવે છે પરંતુ પાઇપ બદલવામાં આવતી નથી લોકો દ્વારા રજુઆત કરતા તેમને ખોટો દિલાસા આપે છે મોટી પાઈપ લાઈન ના કામ માટે ની મંજુરી માટે આગળ થી ઓડર આવવાના છે તેવા ખોટા ખોટા વાયદાઓ આપે છે અને પાણી નો નીકાલ થતોજ નથી તંત્ર નિદ્રામાંથી જાગશે ખરી સમસ્યા દુર થશે ખરી ગરીબો સુધી પાણી પહોચશે ખરા તેવા તર્કવિતર્ક પ્રશ્ર્નો લોકો ના મુખે દ્રારા સાંભળવા મળ્યા હતા
રિપોર્ટર,,,અશ્વિન જાની દાંતા


