*મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-૧૯ સંક્રમણ સામે ન્યૂ નોર્મલ નવી જનજીવન શૈલીથી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા એક જ દિવસમાં 7 જેટલી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે.*
*રાજકોટ શહેર તા.૨૮.૮.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક-સામાજીક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ નિર્માણ, જાહેર સુવિધાઓ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે સત્તાતંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાના નિર્ણાયક અભિગમ સાથે આ અગાઉ ૨૦૧૮-૨૦૧૯ ના વર્ષોમાં સતત ૧૦૦-૧૦૦ T.P ની મંજૂરીની સિદ્ધિ મેળવેલી છે. મુખ્યમંત્રીએ ૨૦૨૦ના વર્ષમાં જે વધુ ૭ T.P ને એકસાથે મંજૂરી આપી છે. તેમાં ઔડાની ૨ ડ્રાફ્ટ T.P સ્કીમ નં.૪૩૦ વિસલપુર તથા નં.૪૩૬ (વિસલપુર-નવાપુર-સનાથલ) તેમજ ભાવનગરની ડ્રાફ્ટ T.P સ્કીમ નં.૧૬ (અઘેવાડા), અમદાવાદની જ ૨ વેરીડ પ્રીલીમનરી T.P સ્કીમ નં.૧ (મેમનગર) અને નં.૪૭ (મોટેરા-કોટેશ્વર) તથા ૨ ફાયનલ T.P સ્કીમ જેમાં ગુડાની નં.૧૧/A અડાલજ તથા રાજકોટની T.P ૯ ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ ખાસ કરીને ડ્રાફ્ટ સ્કીમની મંજૂરી બાદ સત્તામંડળો દ્વારા અધિનિયમની જોગવાઇ મુજબ રસ્તા આંતર માળખાકિય સેવાઓના અંતિમ ખંડોનો કબ્જો લેવાની પ્રક્રિયા તુરંત જ હાથ ધરીને આગળની કાર્યવાહી વિના વિલંબે પૂર્ણ થાય તેવા સ્પષ્ટ દિશા નિર્દેશો પણ ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓને આપેલા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*