મોરબી જિલ્લા કલેક્ટર સુચના પગલે મોરબી સિવિલ હોસ્પિટલ મા આઇસોલેશન વોડ ની તૈયાર કરવા ઝડપી કામગીરી
મોરબી : મોરબીમાં કોરોના વાયરસનો એક કેસ પોઝિટિવ આવેલ છે. જેના કારણે તંત્ર વધુ હરકત મા આવી ગયું છે. ત્યારે જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની સૂચના અનુસાર સિવિલ હોસ્પિટલમાં 100 આઇસોલેશન બેડ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જે આવતીકાલ સુધીમાં પૂર્ણ થઇ જશે.
મોરબી સિવીલ હોસ્પિટલમાં બીજા માળે 100 બેડનો ઓકિસજન સાથે વોર્ડ કાર્યરત કરવાની કામગીરી પુરજોશમાં શરૂ થઇ છે. જેમાં આઈ.સી.યુ. માટે 20 બેડ તથા 80 બેડ જનરલ વોર્ડ માટે ફાળવવામાં આવેલ છે. આ વોર્ડમાં સેન્ટ્રલ ઓક્સિજન, કાર્ડિયાક મોનિટર, ચિલિંગ પમ્પ, વેન્ટિલેટર, એક્સરે મશીન, CR સિસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કામગીરી 10 દિવસથી ચાલુ છે. જે આવતીકાલે પૂર્ણ થઇ જશે. હાલમાં કોરોનાની સારવાર માટે સિવિલના આ વોર્ડને ઉપયોગમાં લેવામાં આવશે ત્યારબાદ જરૂર પડ્યે ખાનગી હોસ્પિટલનો ઉપયોગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં બીજા માળે કાર્યરત મેડીકલ વોર્ડને પહેલા માળે ખસેડાયો છે. તેમજ શરદી-ઉધરસના દર્દીઓ માટે અલગથી ઓપીડી પણ હોસ્પિટલમાં કાર્યરત કરાઈ છે.
રીપોર્ટ…આશિફ ખોરમ
મોરબી)