*મોરબી જીલ્લામાં માળીયા મિયાણા પોલીસ મથકોમાં P.S.I તરીકે ફરજ બજાવી ચૂકેલા જે.ડી.ઝાલાની રાજકોટ શહેરમાં P.I તરીકે બદલી થઈ હતી.*
*રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સાત P.I ની બદલીઓ કરાઈ હતી. જે આદેશમાં રાજકોટ શહેરમાં P.I તરીકે બદલી પામેલાં P.I જે.ડી.ઝાલાની ભક્તિનગર પોલીસમથકમાં P.I તરીકે નિમણુંક કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં પણ P.I જે.ડી.ઝાલા એ A.C.B અમદાવાદ, અમરેલી જીલ્લામાં ધારી C.P.I ને બાદમાં જાફરાબાદ P.I તરીકે કર્તવ્ય નિષ્ઠ કામગીરી કરી હતી. ત્યારે દબંગ P.I ની નિમણુંક ભક્તિનગર પોલીસમથકમાં થતાં બુટલેગરો અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે P.I જે.ડી.ઝાલા મોરબી P.S.I હતા. એ સમયગાળામાં અનેક ગંભીર ગુનેગારોને ભો ભીતર કરી દીધા હતા. ત્યારે હવે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસમથકમાં P.I તરીકે જે.ડી.ઝાલા ની નિમણુંક થતાં આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


