*રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી જરૂરીયાતમંદ લોકો શ્રમિકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.*
*તા.૨૫.૪.૨૦૨૦ ના રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી જરૂરીયાતમંદ લોકો શ્રમિકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન ચાલી રહેલ છે. તેવા સમયમાં કાયમી રોજગારી મેળવીને પરિવારનું ગુજરાત ચલાવતા લોકો માટે કપરો સમય છે. આવા સમયે મંજુર વર્ગના લોકોને મદદરૂપ થવાના આશયથી તેવો ને ભુખ્યા ન રહે તેવા જરૂરીયાતમંદ લોકોને અનાજ કિટનું ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી તેમના સ્વયંમ સેવકોએ બનાવે છે. જેમાં ઘઉંનો લોટ, તેલ, ચોખા, મગદાળ, ખાંડ, બટેકા, ડુંગળી જેવી અનાજ કિટો બનાવેલ છે. જેનું વિતરણ કરવામાં આવશે. તેમ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા જણાવે છે. આવા સેવાકીય કાર્યને બિરદાવતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તેમજ રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા સહિતનાઓએ તેમના નિવાસ સ્થાને મુલાકાત લીધી અને સેવાકીય કામગીરીને બિરદાવેલ હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*