મોટી પાનેલી : સરકાર તેમજ બેન્ક ની અણધડ નીતિરીતિ થી કોરોના કાળમાં છેલ્લા બે માસથી ચાલતા લોકડાઉન ને લઈને ગુજરાત ભરના ખેડૂત હેરાન પરેશાન છે તૈયાર માલ કોઈ ખરીદી કરવાવાળું છે નઈ સરકાર દ્વારા પણ કપાસની ખરીદીની શરૂઆત હવે છેક શરુ કરવામાં આવેલ છે જેમાં પણ અત્યંત ઢીલ દેવાઈ રહી છે જગતનો તાત વગર મૂડીએ ચિથરેહાલ થઈને ફરે છે ત્યારે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં સરકાર દ્વારા ધિરાણ ભરવાનું ફરમાન થતા ખેડૂત ટેંશનમાં આવી ગયો છે ખેડૂતો ધિરાણ ભારવામાટે વ્યાજે રૂપિયા ગોતી બેન્ક બહાર સવારના આઠ-આઠ વાગ્યાથી ઉભો રહી જાય છે ત્યારે આવા ધોમ ધખતા તાપમાં કલાકો પછી માંડ વારો આવે છે પાનેલીની એસબીઆઈ બેન્ક દ્વારા ગ્રાહકોની લાંબી લાંબી લાઈનો હોવા છતાં કોઈ ટોકન સિસ્ટમ ના હોય ફરજિયાત લોકોને કલાકો સુધી સેકાવું પડે છે એસબીઆઈ ના કેશીયર અશોકભાઈ પારેખ ઉપર તો લોકોનો પ્રચંડ રોષ જોવા મળેલ કેશીયર ની એકદમ ઢીલી નીતિ અને અને ઘરની ધોરાજીથી લોકો કેશીયર થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે કેશિયર પારેખ સાહેબ તો લોકો નાની એવી મામૂલી રકમ પણ જો અન્ય ખાતામાં જમા કરવા આવે તો આઈ ડી પ્રુફ લેવા ગ્રાહકોને ધકા ખવડાવી પોતાની મનમાની કરે છે ખેડૂતો અને ગામલોકોની વધતી ફરિયાદ અને મુશ્કેલીથી ગામના ખેડૂત આગેવાનો શ્રી અશોકભાઈ પાંચાણી, અશ્વિનભાઇ ભાલોડીયા, મહેન્દ્રભાઈ ભાલોડીયા વિગેરે બેન્ક ઉપર દોડી ગયા હતા અને બેન્ક મેનેજર ને તાત્કાલિક ઘટતું કરી કાર્યવાહી ઝડપી કરવા તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે દયાન દેવા ઉગ્ર રજૂઆતો કરેલ કેશીયર ની ઢીલી નીતિ તેમજ આપખુદશાહી જેવું વર્તન અંગે પણ રજૂઆત કરેલ જયારે ગામની અન્ય બેન્ક યુબીઆઈ ના મેનેજર શ્રી એ આગેવાનોને એવો જવાબ આપી રવાના કરેલ કે આજે સમય નથી હું કાલે તમને જવાબ આપીશ એવુ કહી વાત સાંભળવાનો ઇન્કાર કરી દીધેલ આવા ઉડાઉ જવાબોને કારણે આગેવાનો દ્વારા સંસદશ્રી ને આ અંગે ઉગ્ર રજૂઆત કરતા સંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે આ અંગે આગેવાનો સાથે વાત કરતા જણાવેલ કે ખેડૂતોનો માલ વેંચાયો ના હોય વ્યાજે રૂપિયા લયાવી ભરવા પડે છે તેના કરતા સરકાર જ આ વર્ષ પૂરતું ધિરાણ નવા જૂનું કરી આપે એવી ખેડૂતો વતી અમારી માંગણી છે અને બેંકોમાં જે કર્મચારી ઢીલી નીતિ દાખવે આપખુદશાહી વર્તે તેમને નિયમોને આધીન તાત્કાલીક સજા કરવામાં આવે. અને તેની જગ્યાએ યોગ્ય કર્મચારીની નિમણુંક કરવામાં આવે જો એવુ નહિ થાય તો આ અંગે અમો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશું ને જરૂર પડશે તો અમે આગેવાનો દેખરેખ પણ રાખશું
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા




