*રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહી આ લડાઈમાં પોતપોતાના હિસ્સે આવતી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે.*
*રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને દરરોજ તેમના ઘેર પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે પાણી નાગરિકોના ઘર સુધી પહોંચે તે પહેલા ઘણી લાંબી સફર કાપી ચૂક્યું હોય છે. ડેમમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચતું પાણી શુધ્ધ થાય છે. તેને ક્લોરીનેટેડ કરવામાં આવે છે. ત્યાંથી વોર્ડના વિસ્તારના E.S.R.-G.S.R. માં સંગ્રહ થાય છે. અને ત્યાંથી પછી નાગરિકોના ઘરના નળ સુધી પહોંચે છે. વોટર વર્કસના ફિલ્ટર પ્લાન્ટની નિયમિત જાળવણી અને E.S.R. તથા G.S.R. ની રેગ્યુલર સફાઈ પણ કરવામાં આવી રહી છે. વોટર વર્કસ શાખાના સ્ટાફ દ્વારા પમ્પિંગ સ્ટેશન, રાઈઝીંગ મેઈન તથા હેડવર્કસના સિવિલ તથા નિભાવ મરામતની કામગીરી નિયમિત કરવામાં આવતી હોય છે. ઘરમાં વાપરતા પાણીનો તત્કાલ અને અવિરત નિકાલ તો રહે તે માટે ભૂગર્ભ ગટર સિસ્ટમ વ્યવસ્થિત રીતે કાર્યરત જ રહે તે પણ જરૂરી છે. આ માટે આવશ્યકતા મુજબ ડ્રેનેજ મેન હોલ અને પાઈપલાઈનની નિયમિત સફાઈ કરવામાં આવે છે. તેમજ વપરાયેલા પાણીનો જથ્થો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચાડી ત્યાં તેને શુધ્ધ કરવામાં આવે છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતા વોંકળાઓ મારફત વપરાશી અને રેઈન વોટરનો નિકાલ થાય છે. વોકળામાં એકત્ર થયેલ કચરો વખતો વખત સાફ કરતા રહી પાણીનો નિરંતર નિકાલ થતો રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. તેમજ ચોમાસા પૂર્વે જ વોંકળાઓની વ્યવસ્થિત સફાઈ કરી વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*