*રાજકોટ શહેરના ૯૦૫ શિક્ષકોએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો. મોં મીઠા કરી ઉજવણી કરી.*
*રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ સ્થગીત કરવામાં આવ્યો છે. સરકાર અને શિક્ષણ સંઘ વચ્ચેની ચોથી બેઠક બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ હવે શિક્ષકોનો ૪૨૦૦ નો ગ્રેડ પે યથાવત રહેશે. આ પહેલા ગુજરાતના ૬૫૦૦૦ થી વધુ શિક્ષકોના ગ્રેડ પેના વિવાદના મામલે શિક્ષણમંત્રી અને શિક્ષક સંઘ વચ્ચે ૩ બેઠકો યોજવામાં આવી હતી. આમ છતાં આ વિવાદનો ઉકેલ આવી શકયો ન હતો. જો કે, આજે ચોથી બેઠક સફળ રહી હતી. અને પ્રાથમિક શિક્ષકોનો ૪૨૦૦નો પે ગ્રેડ યથાવત રાખવામાં આવ્યો હતો. આને લઈ રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉજવણી પણ કરવામાં આવી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


