*રાજકોટ શહેરનો સમાવેશ રેડ ઝોનમાં થતા હવે ૨૦મી પછી પણ નહીં મળે કોઈ છૂટછાટ.*
*રાજકોટ શહેર તા.૧૬.૪.૨૦૨૦ ના રોજ કોરોના પોઝિટિવ કેસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોય રાજકોટ હવે રેડ ઝોન હેઠળ આવી ગયું છે. કેન્દ્રએ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને પાટણ જિલ્લાને હોટસ્પોટ જાહેર કર્યા છે. તેવામાં રાજકોટમાં સતત નવા કેસ થતાં રહે છે. એટલે હવે શહેરમાં ૨૦ એપ્રિલ બાદ કોઈ છૂટછાટ મળે તેવી સંભાવના નહીંવત છે. તેવો અધિકારી સૂત્રોનો અભિપ્રાય છે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬માં કોઠારિયા રોડ પર આવેલા જંગલેશ્ર્વરમાંથી સતત કેસ મળી રહ્યા હોય. હવે રાજકોટવાસીઓએ તા.૩ મે સુધી લોકડાઉન પાળવાનું જ રહેશે, કોઈ જ છૂટછાટની આશા રાખી શકાય તેમ નથી. રાજકોટ શહેરમાંથી કોરોનાના કુલ ૨૬ કેસ મળી આવ્યા છે. અને તે ૨૬ પૈકી ૧૮ કેસ ફકત એક જંગલેશ્ર્વર વિસ્તારમાંથી જ મળી આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં કેન્દ્ર સરકારે પરિસ્થિતિની સમીક્ષા બાદ ૨૦ એપ્રિલ બાદ આંશિક રાહત અને થોડી ઘણી છૂટછાટ આપવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી. પરંતુ તેમાં રાજકોટને કોઈ છૂટ મળે તેવું જણાતું નહીં હોવાનું અધિકારી સૂત્રોએ સ્પષ્ટ્ર જણાવ્યું હતું. રાજકોટ શહેરનો જંગલેશ્ર્વર વિસ્તાર હાલ સુધી માત્ર હોટસ્પોટ જાહેર થયો હતો. પરંતુ હવે સમગ્ર રાજકોટ શહેર રેડ ઝોન હેઠળ આવી ગયું છે. આથી રાજકોટને ૨૦ એપ્રિલ બાદ પણ કોઈ છૂટછાટ મળે તેવા સંજોગો નથી. રાજકોટમાં કોરોનાના નવા પોઝિટિવ કેસ મળતા જ રહે છે. આથી છૂટછાટ આપવાનું તો દૂર પરંતુ તે દિશામાં વિચારણા પણ થઈ શકે તેમ નથી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*