*રાજકોટ શહેરમાં આરોપીનો પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિયો બનાવવો બે મિત્રોને ભારે પડ્યો.*
*રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ આરોપી નિલેશ ખીંટની રાયોટના ગુનામાં સંડોવણી હોવાથી તેની ૧૬ દિવસ પહેલા ધરપકડ કરી હતી. નિલેશની ધરપકડ કરી પોલીસે લોકઅપમાં ધકેલી દીધો હતો. નિલેશની ધરપકડ બાદ તેના મિત્રો કેવલ અને ધ્રુવ પોલીસ મથકમાં આવ્યા હતા. તે સમયે બંનેએ લોકઅપમાં રહેલા નિલેશનો વીડિયો ઉતાર્યો હતો. બાદમાં નિલેશને પોલીસ મથકમાં હાજરી પૂરાવવાની શરતે જામીન પર મુક્ત કર્યો હતો. દરમિયાન નિલેશ તેના મિત્ર કેવલ અને ધ્રુવ સાથે પોલીસ મથકે હાજરી પૂરાવવા પહોંચ્યા હતા. આ સમયે બંને મિત્રોએ નિલેશ P.S.I. બાજુમાં બેઠો હોય તેવો અને પોલીસ મથકની બહાર નીકળતો હોય તેવો વીડિયો બનાવ્યો હતો. બાદમાં તે વીડિયોનો ટિકટોક બનાવી વાયરલ કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે I.T. એક્ટની કલમ ૭૨(એ) સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ બાદ પોલીસે આરોપી નિલેશ અને ધ્રુવની ધરપકડ કરી છે. જ્યારે કેવલ ખીંટની શોધખોળ હાથ ધરી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*