*રાજકોટ શહેરમાં કોરોનાની મહામારીના પગલે શહેર કોંગ્રેસ દ્વારા ખાનગી હોસ્પિટલમાં લૂંટફાંટની ફરીયાદ.*
*રાજકોટ શહેર તા.૨૭.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ૧૪ થી વધુ ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ તરીકે જાહેર કરાયેલ છે. હોસ્પિટલ ઉપરાંત ક્વોરન્ટાઇન થવા માટે ચોક્કસ હોટલોને પણ માન્યતા આપવામા આવી છે. જે કોવિડ હોસ્પિટલ અને હોસ્ટેલને માન્યતા આપવામા આવી છે. તેનો છેડો ક્યાંકને ક્યાક ભાજપ સુધી નીકળે છે. લોકડાઉનમાં ઠપ્પ થયેલી કમાણી સરભર કરવા માટે કોવિડની માન્યતાનું એક વ્યવસ્થિત ષડયંત્ર રચવામા આવ્યુ હોવાનો ખુલ્લો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ડો.હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત સહિતના આગેવાનોએ કલેકટરને આવેદન આપીને કોવિડના નામે જે ધંધો ચાલી રહ્યો છે. તેના પુરાવા આપવાની તૈયારી સાથે સરકારને ઢંઢોળી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*