*રાજકોટ શહેરમાં કોલસેન્ટર મારફતે અમેરીકન લોકો સાથે છેતરપીંડી, યુવતી સહિત ૬ શખ્સોને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી લઈ, ૧ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.*
*રાજકોટ શહેર તા.૩૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૧૫૦ ફુટ રીંગ રોડ ટેલીફોન એક્ષચેન્જ પાસેથી કોલસેન્ટર ક્રાઇમબ્રાન્ચ દ્વારા પકડી પાડવામા આવ્યું હતું. ગુન્હાના આરોપીઓ નો કોરોના વાયરસ ટેસ્ટ કરાવતા જે કોરોના વાયરસ નેગેટીવ રિપોર્ટ આવતા કોલસેન્ટર પ્રકરણમાં આરોપીઓ ધીરેનભાઇ જેઠાલાલ કાટુવા, સુમેર કિશોરભાઇ સોલંકી, વિક્રમ ગોપાલભાઇ ગુપ્ટે, અતુલ પ્રદિપભાઇ ઇસ્ટવાલા, ઇર્શાદ જુમનભાઇ અલી અને દિપ્તી નારાયણ બીસ્ટની અટકાયત કરવામા આવી હતી. યુવતિ સહીત ૬ આરોપીઓના ૭ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમા રજુ કરવામા આવ્યા હતા. જે આરોપીઓ પૈકી આરોપી ધીરેનભાઇ જેઠાલાલ કાટુવા ના કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે. તેમજ અન્ય પ આરોપીઓ ને કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*