*રાજકોટ શહેરમાં ચિક્કાર દારૂનો નશો કરી ડેલીમાં પાટા મારી બાઇકમાં તોડફોડ કરી આતંક મચાવી ખુલ્લી તલવારથી મારી નાખવાની ધમકી આપતા. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.*
*રાજકોટ શહેર તા.૨૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ઈન્દીરાનગર મેઈન રોડ ઉપર આવેલ ગુરુજન સોસાયટીમાં રહેતા વૈભવ વિનુભાઈ ત્રિવેદી નામના વિપ્ર યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ઘરથી થોડે દૂર રહેતા કલ્પેશ રાજેશભાઈ ચૌહાણ અને તેનો મિત્ર રવિ ગોસ્વામી બંને ૨૫ તારીખે રાત્રે દારૂ ઢીંચી ચિક્કાર નશો કરેલી હાલતમાં ઘરે આવ્યા હતા. અને દેકારો કરી ખોટી રીતે પૈસાની માંગણી કરી હતી. પરંતુ અમે દરવાજો નહિ ખોલતા ડેલીમાં પાટા મારી બહાર અમારા ભાડુઆત લખનનું પાર્ક કરેંલુ બાઈક તોડી નાખ્યું હતું. જેથી અમે તુરંત પોલીસ બોલાવી લીધી હતી. આ અંગે બીજા દિવસે ફરિયાદ નોંધાવી પરત ઘરે આવ્યા ત્યારે કલ્પેશની માતા મંજુલાબેન ખુલ્લી તલવાર લઈને દોડી આવી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં વૈભવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારા માતા-પિતા હયાત નથી. મારા પિતા નિવૃત્તિ બાદ સારી એવી રકમ આવી હતી. આ કલ્પેશના પરિવાર સાથે અમારે ૩૫ વર્ષથી સંબંધ છે. આ કલ્પેશ જે રવિની ખોટી સંગતે દારૂ પીવાના રવાડે ચડી ગયો છે. અને પૈસા પડાવવા છેલ્લા પાંચેક મહિનાથી હેરાન કરે છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*