Gujarat

રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આજે મધરાતથી કર્ફયુ લાદવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.*

*રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આજે મધરાતથી કર્ફયુ લાદવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.*

*રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ગઇકાલે કોરોના મહામારીમાં જાહેર થયેલા રેડઝોનમાં સમાવિષ્ટ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે મધરાતથી કર્ફયુ લાદવાનો સરકારે નિર્ણય કર્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં કોરોનાની મહામારી ફેલાતી અટકાવવાના એકમાત્ર આશયથી કર્ફયુ લાદવામાં આવ્યો છે. આ વિસ્તારમાં મેડિકલ ટેસ્ટીંગની અને ત્યારબાદ સારવારની કામગીરી ઝડપી અને સરળતા પુર્વક કરી શકાય તે રીતે તમામ બંદોબસ્ત પુરો પાડવામાં આવશે. લોકો કોઇપણ રીતે ગભરાય નહિ. તેમને ઘરબેઠા આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેવી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ કમિશનર સાહેબે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી કલસ્ટર કવોરન્ટાઇન કરવામાં આવેલા જંગલેશ્વર વિસ્તારમાંથી આજ દિવસ સુધીમાં મહત્તમ ૧૯ કેસો સપાટી પર આવ્યા છે. ૧૧થી વધુ શેરીઓ સીલ કરી દેવામાં આવી છે. છતાં આજે જંગલેશ્વરથી નજીકના કોઠારીયા રોડ પરથી રાજલક્ષ્મી સોસાયટીમાંથી પણ ૪૫ વર્ષિય પુરૂષને કોરોના પોઝિટિવ આવતાં સરકારે આ મહામારી સામે સજ્જડ રીતે લડવા કર્ફયુ લાદ્દયો છે. જેની અમલવારી કડક રીતે કરાવવામાં આવશે. આ વિસ્તારના રહેવાસીઓને પોલીસ તંત્ર તરફથી કોઇપણ પ્રકારની તકલીફ રહેશે નહિ અને તેમની સાથે પોલીસ ખડેપગે રહી તેમની જરૂરિયાતો અને ફરિયાદોનો તાત્કાલીક ઉકેલ લાવશે. જંગલેશ્વર ઉપરાંત સોરઠીયાવાડી સર્કલ થી ભકિતનગર પોલીસ સ્ટેશનવાળા કોઠારીયા રોડ પર પણ કર્ફયુમાં સામેલ કરવામાં આવ્યો છે. તેવું પોલીસ કમિશનર અગ્રવાલે જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે આ વિસ્તાર કલસ્ટર કવોરન્ટાઇન થયો ત્યારથી વિસ્તારવાસીઓ પોલીસને પોતાના આત્મીયજન માની રહ્યા છે. અને તેમની સુચના મુજબ વસી રહ્યા છે. પોલીસ પણ આ મહામારીમાં તેમને સતત સાંત્વના આપતી રહી છે. કર્ફયુની અમલવારી આજ મધરાતથી કરવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200414-WA0581.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *