*રાજકોટ શહેરમાં રાજ્યમાં પ્રથમવાર લાઉડ સ્પીકર સહિતનું ડ્રોન રાજકોટમાં ઉતાર્યું છે. પોલીસની કડક સૂચના.*
*રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ રાજ્યમાં પ્રથમવાર લાઉડ સ્પીકર સહિતનું ડ્રોન રાજકોટમાં ઉતાર્યું છે. આ ડ્રોન માં રહેલું સ્પીકર ઘરમાં રહો બહારના નીકળતા છેલ્લી વખતની તાકીદ અન્યથા ગુનો દાખલ કરીશું એવી સૂચના રાજકોટવાસીઓને હવે પોલીસ તરફથી આકાશમાંથી સાંભળવા મળશે. રાજકોટમાં પોલીસ ૧૫ ડ્રોન કેમેરાથી સમગ્ર શહેરમાં આ રીતે વોચ રાખશે અને નાગરિકોને ચેતવણી આપતી રહેશે આ ડ્રોન બે કિમી સુધી દૂરથી નજર રાખશે. રાજકોટ શહેરમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન મળેલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*