*રાજકોટ શહેરમાં ૫૮ કેસ હોવા છતાં રાજકોટ ઓરેન્જ ઝોનમાં આવ્યું છે. ૨૧ દિવસમાં કોઈ નવા કેસ નહીં આવે તેનો સમાવેશ ગ્રીન ઝોનમાં થશે.*
*રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ કોરોના સંકટના કારણે લાદવામાં આવેલા લોકડાઉનનો બીજો તબક્કો પૂરો થવાનો છે. તે પહેલા આરોગ્ય મંત્રાલય દ્વારા ગ્રીનઝોન માટેના નિયમ બદલ્યા છે. હવે જે જિલ્લાઓમાં છેલ્લા ૨૧ દિવસમાં કોઈ નવા કેસ નહીં આવે તેનો સમાવેશ ગ્રીનઝોનમાં થશે. આ પહેલા ૨૮ દિવસમાં જો નવો કેસ ન આવે તો તેને ગ્રીનઝોનમાં રાખવામાં આવતું હતું. આરોગ્ય મંત્રાલયના નવા ફેરફાર મુજબ, છેલ્લા ૨૧ દિવસમાં કોઈ કેસ નોંધાયેલ ન હોય તો તે જિલ્લાને ગ્રીનઝોન તરીકે ગણવામાં આવશે. મંત્રાલયે દેશના ૩૧૯ જિલ્લાઓને ગ્રીનઝોન તરીકે જાહેર કર્યા છે. જ્યારે ૧૩૪ જિલ્લાઓને રેડઝોન અને ૨૮૪ જિલ્લા ઓરેન્જઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની વાત છે. ત્યાં સુધી અહીં ૩૩ જિલ્લામાંથી ૯ જિલ્લા રેડઝોનમાં, ૧૯ જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને ૫ જિલ્લાને ગ્રીનઝોનમાં રાખવામાં આવ્યા છે. હવે જો રાજકોટની વાત કરીએ તો ૫૮ કેસ હોવા છતાં રાજકોટ ઓરેન્જ ઝોનમાં આવ્યું છે. તેવામાં જો હવે ૨૧ દિવસ રાજકોટમાં એક પણ કેસ નોંધાશે નહીં. તો રાજકોટ ગ્રીનઝોનમાં પણ આવી શકે છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*