Gujarat

રાજકોટ શહેર અયોધ્યા ચોકમાં પરિણીતાને ત્રાસ આપતા પોરબંદરના સાસરિયાઓ સામે ફરિયાદ

*રાજકોટ શહેર અયોધ્યા ચોકમાં પરિણીતાને ત્રાસ આપતા પોરબંદરના સાસરિયાઓ સામે ફરિયાદ.*

*રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના અયોધ્યા ચોકમાં જૈનમ એપાર્ટમેન્ટમાં માવતરે ૧૦ મહિનાથી રહેતા રક્ષિતાબેન લલિતભાઈ ઉર્ફે આનંદભાઈ દવે નામની પરિણીતાએ પોરબંદર રહેતા પતિ લલિતભાઈ ઉર્ફે આનંદભાઈ જયંતીભાઈ દવે, કાકાજી સસરા હસમુખભાઈ મેઘજીભાઈ દવે, કાકીજી સાસુ દમયંતીબેન દવે અને નણંદ મનીષાબેન અશ્વિનભાઈ મહેતા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન માર્ચ ૨૦૧૯ માં થયા હતા. લગ્ન બાદ ચારેક મહિના સારી રીતે રાખ્યા બાદ કાકાજી, કાકીજી ઘરકામ બાબતે મેણાંટોણાં મારતા હતા. અને નણંદ મારી જાણ બહાર રક્ષિતાને છોડી દેવા પતિને ચડાવતી હતી. અમે રાજકોટ રહેવા આવી ગયા બાદ હું પ્રેગ્નેટ હોવા છતાં ચડામણી કરતા હોવાથી મારો પતિ ઝઘડા કરતો હતો. છતાં હું સહન કરતી હતી હું માવતરે ડિલિવરી કરવા ગઈ ત્યાર બાદ દીકરાનો જન્મ થયો હોવા ચાહતા કોઈ લાડવા લઈને પણ આવ્યું ન હતું. અને કોઈ દીકરાને રમાડવા પણ આવ્યું ન હતું. મારો દીકરો ૧૧ મહિનાનો થઇ ગયો છે. સમાધાનના ચારેક વખત પ્રયત્નો કર્યા હતા છતાં નહિ થતા અંતે ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200728-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *