*રાજકોટ શહેર કલ્યાણેશ્વર શરાફી મંડળી ચાલુ કરી, ડેયલી બચત સ્કીમ ચાલુ કરી, છેતરપીંડી કરી, ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન.*
*રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોઠારીયા કોલોનીમાં કલ્યાણેશ્વર શરાફી મંડળી ચાલુ કરી શરાફી મંડળીમાં અનેક રોકાણકારોને જોડી ડેયલી બચત સ્કીમ ચાલુ કરી તેમાં નાણાં રોકવા માણસોને આપતા અનેક લોકોએ ડેઇલી બચત સ્કીમમાં નાણા રોકેલ હોય કુલ-૨૨ લાખ જેટલી રકમ રોકાણકારોના મેળવી સને-૨૦૧૮ ના વર્ષમાં નાશી જતા ભકિતનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૭/૨૦૧૮ I.P.C કલમ ૪૦૬,૪૨૦ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ગુન્હાનાનો મુખ્ય આરોપી સુરેશગીરી હેમંતગીરી ગોસ્વામી નાસતો-ફરતો હોય. જેથી પો.ઇન્સ જે.ડી.ઝાલા નાસતા-ફરતા આરોપીને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ડી.સ્ટાફના પો.ઇન્સ જે.બી પટેલ તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી આધારે આજરોજ કોઠારિયા કોલોની ક્વાર્ટરનં-૪૯૬ માં રહેતા સુરેશગીરી હેમંતગીરી ગૌસ્વામી ઉ.૬૧ નામના આરોપીને પકડી પાડવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*