*રાજકોટ શહેર કોઠારીયા ચોકડી પાસે આવેલ જુના ગણેશનગર સોસાયટીમાં જંગલી રોજ આવી ચડતા કુતરા એ બટકા ભરી લેતા થયું જખમી.*
*રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ આશરે ૪ વાગ્યા આસપાસનો બનાવ. કોઠારીયા ચોકડી પાસે આવેલ જુના ગણેશનગર સોસાયટીમાં જંગલી રોજ આવી ચડતા કુતરા એ બટકા ભરી લેતા થયું જખમી. એનીમલ હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરતા એનીમલ હેલ્પ લાઈનના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા અગાઉ એનીમલ હેલ્પ લાઈનના સભ્યોને સૂચના આપવામાં આવી હતી. કે જંગલી પ્રાણીનો મામલો હોય ત્યારે અમે ઘટના સ્થળે પહોંચી નહીં ત્યાં સુધી કોઈએ પ્રાણીને અડવું પણ નહી. લતાવાસીઓ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરાઈ હતી. ફોરેસ્ટ વિભાગ તરફથી છેલ્લા ત્રણ કલાકથી એકજ જવાબ ગાડી નીકળી ગઈ છે. કોઈ જવાબ નહિ મળતા લોકોમાં રોષ.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*