*રાજકોટ શહેર ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ફૂડ પેકેટ પહોંચાડતું આશાપુરા કેટરીંગ.*
*રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ કોરોનાના કેરને મહાત આપવા હાલમાં વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના નિયમોનું લોકો પાલન કરે તે માટે પોલીસ ખડેપગે છે. આ સમયે પોલીસ માટે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જે.સી.પી. ખુરશીદ અહેમદ દ્વારા પોલીસ કર્મીઓને ફૂડ પહોચી શકે તેવી વિચારણા કરવામાં આવી હતી. ત્યારે હાલ ૧૬ વર્ષનાં અનુભવી આશાપૂરા કેટરીંગ દ્વારા આ બીડુ ઝડપવામાં આવ્યું છે. તેઓ નિત્ય પણે ૩૫૦૦થી વધારે પોલીસ કર્મીઓને ફૂડ પેકેટ બંને ટંક પહોચાડે છે. જેમાં ડ્રાયફૂટ, સ્વીટ, ફરસાણ, ચોકલેટ અને બે સીઝનલ ફળ મુકવામાં આવે છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*