Gujarat

રાજકોટ શહેર ખૂનના ગુન્હામાં નાસતા-ફરતા ઠેબચડા ગામના 3 આરોપીઓને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ.

*રાજકોટ શહેર ખૂનના ગુન્હામાં નાસતા-ફરતા ઠેબચડા ગામના 3 આરોપીઓને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ.*

*રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ઠેબચડા ગામ ખાતે ગઇ તા.૨૯/૧/૨૦૧૮ ના રોજ ઠેબચડા ગામના દરબાર જ્ઞાતી તથા કોળી જ્ઞાતીના લોકોને જમીન વીવાદ ના પ્રશ્ને ઝઘડો થતા જેમા લખધીરસિંહ નવુભા જાડેજા ઉ.૫૭ રહે. ઠેબચડા ગામ તા.જી. રાજકોટ વાળાને બનાવમાં ગંભીર ઇજાઓ થતા જેઓનું અવસાન થયું હતું. જે અંગે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ.૩૦૨ વિગેરે મુજબ ગુન્હો નોંધાવામાં આવ્યો હતો. આ ગુન્હામાં બનાવ બાદ કુલ.૧૬ આરોપીઓ અટક કરવામાં આવેલ જે ગુન્હામાં હાલ કુલ.૪ આરોપીઓ નાસતા ફરતા હોય જે બાબતે રાજકોટ પોલીસે આરોપીઓ બાબતે સઘન તપાસ કરી હતી. અને આરોપીઓને અટક કરવા સુચના કરેલ હોય જે તે સાહેબની સુચના અન્વયે પો.ઇન્સ. વી.કે.ગઢવી ના સીધા માર્ગદર્શન હેઠળ D.C.B. પો.સ્ટે. ના તમામ પોલીસ સબ ઇન્સ્પેકટર ને નાસતા ફરતા આરોપી ને પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય. જે અંગે આજ રોજ તા.૨૫/૭/૨૦૨૦ ના D.C.B પો.સ્ટે. ના પોલીસે મળીને ગુન્હાના નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હોય જે દરમીયાન તેમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200725-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *