*રાજકોટ શહેર ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતા શખ્સે 3 દિવસ પહેલાં પત્નીની હત્યા કરી મૃતદેહને 10 કિલોમીટર દૂર ફેંકી દિધાનો ચકચારી બનાવ.*
*રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ગાયત્રીનગર માંથી ગુમ થયેલી મહિલા તરુણાબેનની લાશ મળી આવ્યા બાદ આ બનાવ હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થતા આજીડેમ પોલીસે હત્યારા પતિ અને તેના માસીયાઈ ભાઈની ધરપકડ કરતા અનેક મોટા ખુલાસા થયા હતા. મૃતકના ભાઇ નિકુંજભાઇ અને તેના પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે, જમાઇને સુરતની હર્ષિદના નામની યુવતી સાથે આડા સંબંધ છે. અને શરીર ઉપર પ્રેમીકાના નામનું ટેટૂ પણ ચિતરાવ્યું છે. આ મામલે પતિ-પત્ની વચ્ચે ડખા થતાં હતા. પત્ની પ્રેમમાં આડખીલીપ હોવાથી જમાઇએ આવું કૃત્ય કર્યું છે. આજીડેમ P.I વી.જે.ચાવડા સહિતના સ્ટાફે 10 કિલોમીટર દૂર જસવંતપુર નજીક ફેંકી દિધેલો સળીયો અને કાર બંને કબ્જે કર્યા હતા. ત્યાર પછી પત્નીના મોબાઇલમાંથી “પાપા સો સોરી, મા હું છે ને મને એક છોકરો ગમે છે. એની સાથે, મારે આયા નથી રેવું, મારી ચિંતા નો કરતા. ને ગોતતા પણ નહીં. હું ખુશ છું એની સાથે, મેં વિપુલને બહુ હેરાન કર્યા છે. એના મમ્મીને વિપુલને બવ ખરાબ વર્તન કર્યું છે. મેં અને મારવાની ટ્રાય પણ કરી છે. પાપા સોરી, મને માફ કરજો, હું એક સારી દીકરી ના બની શકી એક બહુ પણ ના બની શકી. અને એક સારી પત્ની પણ ના બની શકી. મને માફ કરજો હું જાવ છું એવો મેસેજ ટાઇપ કરીને પોતાના મોબાઇલમાં તેમજ સસરા રામજીભાઇ મૃતકના પપ્પા ને સેન્ડ કરી દીધો હતો. જેથી પત્ની કોઇ સાથે ભાગી ગઇ છે. તેવું સાબિત કરી શકાય. ત્યાર પછી કાર અને મકાન ધોઇ નાખ્યા અને મોટાભાઇ પંકજ અને સસરા રામજીભાઇને ફોન કરીને પત્ની નવા મકાનેથી ગુમ થયાની જાણ કરી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


