*રાજકોટ શહેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના કાર્યકારી અધ્યક્ષ પાટીદાર નેતા હાર્દિક પટેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં જબરો ખેલ પાડી દીધો છે.*
*રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ભાજપમાં ભંગાણ પડ્યું છે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં વોર્ડનં.૫ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા અને તેમના પતિ અરવિંદભાઈ ભેંસાણીયા સહિતના ભાજપના અનેક આગેવાનોએ આજે કેસરીયો ખેસ ફગાવી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડિરેકટર, સૌરાષ્ટ્ર A.P.M.C વેપારી એસો.ના પ્રમુખ, યુવા ભાજપના અનેક કાર્યકરો, A.B.P.V ના કાર્યકરો અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ આજે કોંગ્રેસનો હાથ પકડી લેતા ભાજપને જોરદાર ફટકો પડ્યો છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*