*રાજકોટ શહેર ચીલઝડપ, દેહ વ્યાપાર અને મારામારી સહિતના ગુનાઓમાં પકડાયેલા ૪ આરોપીઓને પાસા તળે પોરબંદર-ભુજ જેલમાં ધકેલી દીધા છે.*
*રાજકોટ શહેર તા.૩૦/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ગુનેગારો સામે લાલ આંખ કરી છે. દેહ વ્યાપારના ધંધામાં પકડાયેલા સંદીપ મહાસુખભાઈ કામદાર સામે દેહ વ્યાપારના ૨ ગુના નોંધાયા હોય. તેને પોરબંદર જેલમાં અને પ્રકાશ ઉર્ફે જોની જેન્તીલાલ જીવરાજાની જેના વિરુદ્ધ દેહ વ્યાપારના ૨ ગુના નોંધાયા હોય. તેને ભુજ જેલ ખાતે, કાસમ આરીફભાઇ કાલાવડીયા સામે રાયોટીંગ, મારામારી સહિતના ૨ ગુના નોંધાયા હોય. તેને ભુજ જેલ ખાતે અને સમીર કાસમભાઈ બ્લોચ કે જેના ઉપર મારામારી અને ચોરીના ૨ ગુના નોંધાયેલા હોય. તેને પણ ભુજ જેલ ખાતે પાસા તળે ધકેલા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા P.I એન.કે.જાડેજા, રાજેન્દ્રભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, ઇંદ્રજીતસિંહ સીસોદીયા અને રાહૂલગિરી ગોસ્વામીએ ચારેયને દબોચી લઇ પાસા તળે જેલમાં ધકેલી દીધા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*