*રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા, કુલ સંક્રમિત કેસોનો આંક ૬૭ થયો.*
*રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાઈ છે. ત્યારે આજે પણ રાજકોટ જીલ્લામાં કોરોનાનાં વધુ ૨ કેસ નોંધાયા છે. બને કેસ ગોંડલનાં છે. ગોંડલનાં અક્ષરધામ સોસાયટીમાં રહેતા પતિ-પત્નિનો રિપોર્ટ આજે પોઝીટિવ આવ્યો છે. જેમાં ૬૩ વર્ષીય વૃધ્ધા અને ૬૫ વર્ષીય વૃદ્વનો કોરોના પોઝીટિવ આવ્યો છે. આ બને જણા ૫ મેં એટલે મંગળવારનાં રોજ અમદાવાદ થી ગોંડલ આવ્યા હતા. અને ૮ તારીખનાં રોજ તેમનામાં લક્ષણ જાણતા તેમનાં ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા, બાદમાં આ બને જણાનો કોરોના ટેસ્ટ પોઝીટિવ આવ્યો છે. તેવું જાણવા મળ્યું. આમ્ જીલ્લામાં કોરોનાની કુલ સંક્રમિત્ દર્દીઓની સંખ્યા ૬૭ પર પહોંચી ગઇ છે. આ ૬૭ આંકમાં ૬૩ શહેરનાં અને ૪ ગ્રામ્ય વિસ્તારનાં કેસ નોંધાયા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*